સખવાળા કડવા પાટીદાર પરિવાર-પાટણ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
સખવાળા કડવા પાટીદાર પરિવાર પાટણ એ ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી સમાજ છે. આ પરિવારના સભ્યો પરસ્પર સન્માન, સહકાર અને સાંસ્કૃતિક ધોરણોને આગળ ધપાવી રહ્યા છે. આ વેબસાઈટ દ્વારા આપણે પોતાના ભાઈબંધોને જોડવાનું મહત્વનું સાધન મળી રહ્યું છે. અહીં પરિવારના ઇતિહાસ, સમૂહ કાર્યક્રમો અને સમાજની સિદ્ધિઓના અહેવાલ જોવા મળશે. સમાજના સભ્યોએ ભવિષ્યમાં વધુ એકતા અને પ્રગતિ માટે કટિબદ્ધ થવું જોઈએ. સાથે મંડળના નવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ પર પણ મહાન ભાર મૂકવામાં આવે છે. આ વેબસાઈટ તમામના માટે છે, અને નવા યુવાનોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
જો તમે આ વેબસાઈટ પર તમારી કંપની અથવા વ્યવસાયની જાહેરાત મુકવા માંગો છો, તો વધુ માહિતી માટે વેબસાઈટ પર આપેલા સંપર્ક નંબરનો ઉપયોગ કરો.
જો તમે હજી સુધી આ વેબસાઈટ પર નોંધણી નથી કરાવી, તો કૃપા કરીને વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો, તેને ભરીને આપેલા ઈમેલ સરનામે મોકલો.
પ્રમુખશ્રી, મંત્રીશ્રી નો સંદેશ
સખવાળા પરિવાર, પાટણ ની ડિરેક્ટરી બનાવ્યા ને ઘણો સમય વીતી ગયો છે. વિતેલા વર્ષો માં આપણો પરિવાર પણ ઘણો ફુલ્યો ફાલ્યો છે. છેલ્લા 15 વર્ષમાં નવી પેઢીએ ગુંગડી પાટી નું સિમોલંઘન કરીને સમગ્ર ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી છે એટલૂ જ નહીં સાત સમુંદર પાર પણ પોતાની કેરિયર બનાવી છે. આવા સમયમાં મેળવડા ના પ્રસંગ દ્વારા એકબીજા સાથે જોડાયેલા-પરિચયમાં રહેવું મુશ્કેલ નહીં અશક્ય છે. પરંતુ એમ પરિવાર થી વિખૂટા કેમ પડાય !
પહેલાં તો આંખો બંધ કરીને જળચોક, જોગીવાડો અને દતાત્રય સોસાયટી નું સ્મરણ કરીએ એટલે સમગ્ર સખવાળા પરિવાર નજર સમક્ષ ખડો થઈ જાય. વિકાસની દોડમાં ભૂમિ ની એ મર્યાદાઓ હવે આપણા માટે વામણી થઈ ગઈ છે. એટલે જ તો સમગ્ર સખવાળા પરિવાર ને માનસિક રીતે એક સૂત્રમાં બાંધે એવો એકમાત્ર વિકલ્પ એટલે સખવાળા પરિવાર નો વઈવંચો જેને સુધરેલી ભાષા માં ડિરેક્ટરી કહેવાય. પણ આટલા વિશાળ પરિવાર ની પારિવારિક માહિતી ના મોટા દળદાર ગ્રંથ રચાય. અને એને ઉથલાવવાની આળસ માં એ પણ અભરાઈ ને હવાલે થઈ જાય. અને આપણો હેતું બર ન આવે.
આજના ડિજિટલ યુગ માં બધાને દુનિયા પોતાની મુઠ્ઠી માં જોઈએ છે. તો આપણે પણ શા માટે અભરાઈ એ ચડવું ? આવા ઈરાદા સાથે આપણે સખવાળા પરિવાર ને અભરાઈ એ નહી પરંતુ આકાશમાં એટલે કે સર્વર પર ચડાવવાનો નિર્ણય કર્યો છે. સર્વર પર ચડશે તો આંગળી ના વેઢા પર ફરશે.
આ માટે આપણે સખવાળા પરિવાર ની વેબસાઈટ બનાવી છે. અને મોબાઇલ એપ્લીકેશન પણ બનાવવાની છે. વેબસાઈટ પર આપણી પારિવારિક માહિતી અપલોડ કરવા માટેનું ફોર્મ દરેક કુટુંબના પ્રતિનિધિ ને મોકલી આપેલ છે. . જેમાં તમામ વિગતો ભરીને સમયસર આપણા કુટુંબ ના પ્રતિનિધિ ને પરત પહોંચતું કરવા વિનંતી.